માટે સ્વપ્નપ્રેમી વિશેષણ સ્વેચ્છાએ વાપરું છું.

.
.
તારો જન્મદિવસ!
વર્ષોથી સ્વપ્ન હતું એક
તારો જન્મદિવસ – મારી હોવાપણાની ધન્યતાનો દિવસ
આપણે સાથે રહીશું એની પ્રત્યેક પળે
પછી સમાધાન કર્યું મનનું,
જગતના વહેવારને ધ્યાનમાં લઈને
કલાકોમાં મન મનાવવાનું નક્કી કર્યું.
આટલા સમયથી રાહ જોતી રહી છું હું જેની,
એ ‘તું’, તારી શોધ હતી મને જન્મથી જ.
એ પૂરી થઇ હતી આજે
તારા મમ્મી-પપ્પાને ઈશ્વરે નિમિત્ત બનાવ્યાં,
મારી પ્રાર્થના પૂરી થવાને!
(પ્રાર્થનાની પૂર્ણતા માટે કોઈકે નિમિત્ત બનવું પડે.)
ને તું આવ્યો!
પણ મળ્યો કેટલો મોડો?
હું રાહ જ જોતી રહી – આજ સુધી.
ને મળ્યો ત્યારે ય?
આજે તારી વર્ષગાંઠ
ને તો ય…
હું રાહ જોતી જ રહી ને!?
‘રાહ’ જોવાની ભેટ મળી છે મારા ભાગ્યને!
ને તને આ પર્વે આપું છું હું ભેટ
ચિરકાલીન પ્રણયની! વિસ્તરતી મિલન ક્ષિતિજોની!
.
.
– તુષાર શુક્લ
(મારા દ્વારા થોડા ફેરફારો સહીત)