ચંદ્ર

.
.
એવા અનેક ચંદ્ર
આવી ગયા
ચાંદની આપી ગયા
પણ ચાંદની આપવા માટે
તેમને માંગ્યું હતું મુલ્ય
મારા આકાશનું.
પણ તારો ચંદ્ર
એટલો આત્મમગ્ન
એટલો નિ:સ્વાર્થ
કે તેણે મારું
આકાશ તો ઠીક
પણ મારો અંધકાર પણ
માંગ્યો નહીં.
.
.
– કુસુમાગ્રજ
(ભાષા: મરાઠી)
(અનુવાદ: જયા મહેતા)

Advertisements