તે કહ્યું, મેં કબૂલ્યું

.
.
ચાલો આપણે મિત્રો થઈએ, તે કહ્યું;
ચાલો આપણે મિત્રો થઈએ, મેં કબૂલ્યું.
.
.
આથી વિશેષ કશું નહીં, તે કહ્યું;
આથી વિશેષ કશું નહીં, મેં કબૂલ્યું.
.
.
નહીં કોઈ જાહેરાત, નહીં કોઈ વચન આ શું, તે કહ્યું;
નહીં કોઈ જાહેરાત, નહીં કોઈ વચન મેં કબૂલ્યું.
.
.
નાનું અમથું સ્વપ્ન ને ચકરાવો તે કહ્યું;
નાનું અમથું સ્વપ્ન ને ચકરાવો મેં કબૂલ્યું.
.
.
એવું નથી જાણે કે મેં કશું કર્યું નથી, તે કહ્યું;
ના, ના, કશું જ જાણે બન્યું નથી, મેં કબૂલ્યું.
.
.
આપણે એમાંથી ગૌરવ સાથે બહાર આવ્યાં, તે કહ્યું,
આપણે એમાંથી ગૌરવ સાથે બહાર આવ્યાં, મેં કબૂલ્યું.
.
.
– અનિતા નાયર
(ભાષા: ભારતીય અંગ્રેજી)
(અનુવાદ: સુરેશ દલાલ)