પ્રેમ

.
.
એ કહે છે કે પ્રેમકાવ્યો લખવા સહેલાં નથી,
કારણ કે આ બધા આ પહેલાં લખાઈ ચુક્યા હતાં.
શબ્દો મારી ચુકેલા : મોસમો નકામી.
.
.
પ્રેમકાવ્યો લખવા સહેલાં નથી
જે કોઈ અહીં હાજર છે, એમના હોઠ પર છાલાં છે,
હૃદય ક્યાંક બીજે છે અથવા ભરપૂર દ્વેષીલા છે.
.
.
જે લોકો હાજર નથી : એમની આંખોનો રંગ
કેવો હતો તે યાદ નથી આવતો, તમે ગમે તેટલા પ્રયત્ન કરો તોપણ
એમને માટે પ્રેમકાવ્યો લખવા સહેલાં નથી.
.
.
મરણ પામેલાઓ માટે પ્રેમકાવ્યો લખવા સહેલાં નથી
વિષાદના ડંખ પછી
આસાએશની વક્રતા તો એ છે કે છૂટકારાની લાગણી થાય છે.
.
.
આવતી કાલ કે ગઈ કાલમાં
ગમે એટલું આળોટો,
દિવસને રાત થતા વાર નથી લાગતી.
વણલખાયેલા પ્રેમની દ્રષ્ટિને મોતિયો આવ્યો હોય છે.
.
.
– એ. કે. રામાનુજન
(ભાષા: ભારતીય અંગ્રેજી)
(અનુવાદ: સુરેશ દલાલ)

Advertisements