પીંજરામાં પ્રવાસ

.
.
રંધાતા માંસની કાળી સોડમમાં
હું તને જીભથી આંધળિયું ચાટું છું મસ્તીથી
અને ભયની આંગળીઓથી
મારી સ્મૃતિમાં તું તો પ્રકાશનો ગ્રંથ છે.
બપોર પછીની સાંજના ખાલી પારણામાં
બ્રેઈલલિપિમાં લખાયેલો.
આપણે ઝૂલીએ છીએ
હીંચીને રાતને પાર કરતાં
માન્યામાં ન આવે એવા મારા પ્રિયતમ, તે કહ્યું
‘મારા લોહીમાં આકાશ ઉઘડ્યું છે,
તું ઊડ.’
.
.
હવે હું એટલું પામ્યો કે પ્રેમે મને
કશું જ શીખવ્યું નથી.
હું મારાથી છૂટી શકું એમ નથી
પશુ જેવી ઇન્દ્રિયો પાસે અરણ્યો નથી
મારો આત્મા આકાશ વિનાનું પંખી.
.
.
– દિલીપ ચિત્રે
(ભાષા: ભારતીય અંગ્રેજી)
(અનુવાદ: સુરેશ દલાલ)

Advertisements