હું

.
.
સોફાના ખૂણે બેસી હું,
સિગારેટના ધુમાડાઓ વડે,
મારી લાગણીઓને,
તોળવાનો પ્રયત્ન કરી રહ્યો છું ત્યારે,
સામે રહેલી બારીના,
સળિયાઓ બહાર ઊડવા,
મથી રહેલા પડદાને રોકી રહ્યા છે.
.
.
ખમીસના,
તૂટી ગયેલા બટનો,
ટાંકતી વખતે સોઈની અણી,
આંગળીમાં વાગી,
મને ભૂતકાળમાં ધકેલી શકે છે.
.
.
બંધિયાર પાણી જેવો,
થઇ ગયેલો હું,
હવે મેં જ જન્માવેલી,
લીલ ઉપર લપસ્યા કરું છું…
.
.
– કૈલાસ પંડિત

Advertisements