વસ્તુ વહાલી ઔર છે

.
.
તે જે તોડી એ તો માલી ઔર છે,
હું જ્યાં બેસું છું તે ડાલી ઔર છે.
.
.
તું દિલાસો જેનો દે છે તે નથી,
દોસ્ત મારી પાયમાલી ઔર છે.
.
.
ઝંખના મૃત્યુની છે સાચી મગર,
દિલમાં એક વસ્તુ વહાલી ઔર છે.
.
.
આ વખત એને નથી દીધું વચન,
આ વખતની હાથતાલી ઔર છે.
.
.
જે બધું માંગી લે યા કંઈ પણ નહીં,
તારા દરના એ સવાલી ઔર છે.
.
.
ઓ વિલાસી, દર્દનો દાવો ન કર,
જામ ખાલી હાથ ખાલી ઔર છે.
.
.
ખાલી આવે છે સુરાલયથી, ‘મરીઝ’,
એની આંખોમાં આ લાલી ઔર છે.
.
.
– મરીઝ