આસાએશ

.
.
એક બાબતમાં હવે આસાએશ છે.
હું મરણથી ગભરાતી નથી.
.
.
થઇ થઈને થશે પણ શું?
એ હશે વિઘ્ન વિનાનો વિશ્રામ
ને ભગવાન તો જાણે જ છે
કે હું કેટલી કંટાળેલી છું.
.
.
સારી વાત તો એ છે કે એનો અર્થ સુખ
જે મેં કદીયે જાણ્યું નથી.
હું ફરી વાર જો તારી સાથે હોઈ શકું
તો મને હું મારે ઘેર આવતી હોઉં એવું લાગે.
.
.
– મેરિલીન નોરોનહાં
(ભાષા: ભારતીય અંગ્રેજી)
(અનુવાદ: સુરેશ દલાલ)