પ્રેયસી

.
.
આકાશમાં મોઢું છુપાવી ઊભો રહી શકું છું.
મિત્રની પ્રેયસી જોઇને પ્રેયસી ઝંખતો હતો.
પણ કોઈ પ્રેયસી ન મળી.
મારી મુગ્ધતા ભૂરી છે. તેથી આકાશમાં મોઢું
છુપાવી ઊભો રહી શકું છું.
હું તો કહીશ, કોઈ પ્રેયસીના હોઠમાં ઉદારતા નથી
જુઓને, આકાશમાં મોઢું છુપાવી ઊભો રહ્યો છું
ત્યારે કોણ કહેશે, અધિકારભંગની વાત
કે પછી આકાશમાં મોઢું છુપાવ્યા પછી જ
આ સમજાય છે!
.
.
હજીયે મારી પતાકા લહેરાય છે પૂર્વદિશામાં.
.
.
– નિર્મલ હાલદાર
(ભાષા: બંગાળી)
(અનુવાદ: નલીની માડગાંવકર)

Advertisements