પ્રેમની નોંધ

.
.
મેં એક સ્ત્રીને જોઈ પેલાની સાથે ચાલી જતા
અને હવે હું એના વિશે વિચારું છું કે એ બહાદુર અને પ્રેમાળ છે.
એ પુરુષોને શંખલા ને છીપલાની જેમ એકઠાં કરે છે.
પછી એ લોકો ગમે એટલું તેને ચાહતા હોય તોપણ પડતા મુકે છે.
.
.
એની તલાશતી આંખોમાં મને કશું અશુભ દેખાતું નથી
એના આવા પ્રેમમાં સામાન્ય નીતિનિયમોની ધારણા ન હોય.
આ સ્ત્રીની રાત્રીઓ આનંદથી ધબકતી હોય
જે પુરુષોને શંખલા-છીપલાં જેમ એકઠાં કરે ને પડતા મુકે.
.
.
એની સાથે મેં મારું અંતર રાખ્યું હતું (જોકે બહુ નહીં)
પણ ત્વરાથી ધબકતા એના શ્વાસનું સંગીત સાંભળ્યું હતું.
સાંભળ્યું હતું મૂગા અભિનયથી કામણ કરતુ હોય એવું એનું હાસ્ય.
જે પુરુષોને શંખલા-છીપલાં જેમ એકઠાં કરે ને પડતા મુકે.
.
.
મારા સંકલ્પની વિરુદ્ધ છતાંય કૈંક સમાધાન સાથે એને કરવા દેતો
જ્યાં જવું હોય ત્યાં જાય ને મન ફાવે તે કરે પણ બંધાય નહીં.
એના તમામ બંધનો છોડીને એ પ્રેમમાં વિકસતી હતી
પછી એ લોકો ગમે એટલું તેને ચાહતા હોય તોપણ પડતા મૂકતી.
.
.
– નીસીમ એઝીકિયેલ
(ભાષા: ભારતીય અંગ્રેજી)
(અનુવાદ: સુરેશ દલાલ)

Advertisements