ભૂલી ગયો છું હું

.
.
ભૂલી ગયો છું હું
કેમ ઝઝૂમવું સ્ત્રીના કટીપ્રદેશની જ્વાળાઓ સામે
સાથે મારી અંદરની આગ લઈને.
.
.
ભૂલી ગયો છું હું મારી જવાળાઓનો કેમ વાળવો ભરડો
એની ફરતે
એકમેકની છેદતી કામવાસનામાં.
.
.
ભૂલી ગયો છું સ્વાદ સ્ત્રીના મુખનો,
સ્પર્શ એના પેટનો
મારા પેટની સાથે.
.
.
ભૂલી ગયો છું કેવી સરસ રીતે
પંજો માણસનો
સ્ત્રીના સાથળના ખૂણા સાથે પકડ જમાવી શકે.
.
.
હજી સ્પર્શ થયો નથી સ્નાયુઓનો
રહેલા એની નિતંબોની અંદર
કસકસતા મારા અંગુઠા નીચે,
અથવા ડોલ્ફિનની જેમ રમતી-કૂદતી
આહલાદના સાગરમાં
સ્ત્રીના પગોથી ગદગદીયા થતાં.
.
.
ભૂલી ગયો કેવી રીતે
મારા ખભાનું ઓશીકું બનાવી માથું તેનું ટેકવ્યું હતું
હાથ પગ અને સ્વપ્નો એકબીજામાં વીંટળાયેલા,
હન્ના અને હું
એક સંપૂર્ણ હોળી બનાવતા
અને રાત્રિની લાંબી સરિતામાં બસ એમ જ ઘસડાતાં રહેતાં.
.
.
– અરુણ કોલટકર
(ભાષા: ભારતીય અંગ્રેજી)
(અનુવાદ: દિનેશ દલાલ)