પ્રેમ અને ત્યાગ


.

.

…..પ્રેમ અને ત્યાગ એક માળાના મણકા છે આપના જીવનને પટોળે પડેલી ભાત છે.
.
…..ત્યાગથી પ્રેમ પાંગરે છે. જોકે પ્રેમ તો નાનાં ભૂલકાઓ પણ કરે છે પરંતુ તેઓમાં વહાલપ ભળેલી હોય છે, ઉત્સુકતા, અધીરાઈ, માલિકી અને અબઘડી જીદ સંતોષવાની બાળહઠ, પુખ્ત પ્રેમ રાહ જોવા, વહેંચવા અને સમજવા માટે સમર્થ હોય છે.
.
…..બીજાનાં ભલા માટે પોતાની જરૂરિયાતો અને આનંદ-પ્રમોદને વિસારે પાડવા એટલે બલિદાન, ‘તારું’ અને ‘મારું’ ભૂલી જઈને આપની જીભ ‘આપણું’ અને ‘અમે’ બોલતા શીખી જાય એનું બીજું નામ છે, સમર્પણની ભાવના.
.
…..પોતાના હક્કો, માલમિલકત અને સમયનો ભોગ આમ તો આનંદદાયક ઘટના નથી હોતી. જોકે આ શીખવા જેવી ચાતુરી છે અને આકરી કિંમત ચુકવવાની તત્પરતા છે. પરંતુ ત્યાગની અને જતું કરવાની કાળા આત્મસાત કરવા જેવી આવડત છે. ભલે દામ ઊંચા ચુકવવા પડે છે, પણ બદલામાં પ્રાપ્ત થતું ફળ અમરફળ બની રહે છે.
.
…..આ વાત જેટલી પ્રેમીઓ માટે સાચી છે એટલી જ સમગ્ર વિશ્વ માટે પણ સાચી છે.
.
“તું યાત્રા હતી જે હું આદરી ન શક્યો
તું મહામૂલું મોતી હતી જે હું પોતાનું ન કરી શક્યો
તું મારું નીલરંગી માનસરોવર છે
તું ઊંચેરા આભનો નીલરંગી હિસ્સો છે.”
.
.
– પ્રતિભા કોટેચા

Leave a comment