કેમ કરી ગીતા સંભળાવું?


.

.

અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહી
રાધાનું નામ યાદ આવ્યું;
રુકમણીની સોળ તજી ચાલ્યા માધવ
બંધ દરવાજે ભાન ફરી આવ્યું.
.
દ્વારકાના દરિયાનો ખારો ઘુઘવાટ
.
દૂર યમુનાના નીરને વલોવે,
સ્મરણોનું ગોરસ છલકાય, અને માધવની
આજને અતીતમાં પરોવે;
કેદ આ અજાણી દીવાલોમાં, જાણીતી
કુંજગલી, કેમ કરી જાવું?
.
રાધાના નેણની ઉદાસીના કેફ તણી
ભરતી આ ગોકુળથી આવે,
મહેલની સૌ ભોગલને પાર કરી, માધવના
સૂનમૂન હૈયાને અકળાવે
.
ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન
એને કેમ કરી ગીતા સંભળાવું?
.
.
– હરીન્દ્ર દવે

Advertisements

2 thoughts on “કેમ કરી ગીતા સંભળાવું?

  1. રાધાના નેણની ઉદાસીના કેફ તણી
    ભરતી આ ગોકુળથી આવે,
    મહેલની સૌ ભોગલને પાર કરી, માધવના
    સૂનમૂન હૈયાને અકળાવે….
    સરસ અભિવ્યક્તિ. હરીન્દ્રભાઈની કલમ હોય અને કવિતાનો વિષય કૃષ્ણ હોય પછી જોવાનું જ શું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s