તારી વ્યથા એકાદ ક્ષણ હશે…


.

.

દરિયો ઉલેચી નાખશું તો એક રણ હશે,
આંસુ ભરેલી આંખમાં કોરાશ પણ હશે.
.
ઘરનો ઉપાડી બોજને ભટકે છે ક્યારના,
મારા શહેરમાં કેટલા એવા શ્રાવણ હશે.
.
ચહેરાઓ જોઈ માન્યતા બાંધી રહ્યો છું હું,
કાંટા ઉપર તો ફૂલ ફક્ત આવરણ હશે.
.
સાચા થવામાં એક અનુભવ મળ્યો મને,
સાચા થવાનો અર્થ અહી ગાંડપણ હશે.
.
સૂરજ હશે કે ચાંદ એ છૂટી શકે છે પણ,
માણસ વિષે સ્વભાવ તો કાયમ ગ્રહણ હશે.
.
મારી વ્યથાના મૂળમાં બસ હું જ છું ફક્ત,
તારી વ્યથા હશે જ તો એકાદ ક્ષણ હશે.
.
.
– કૈલાસ પંડિત

Advertisements

One thought on “તારી વ્યથા એકાદ ક્ષણ હશે…

  1. સાચા થવામાં એક અનુભવ મળ્યો મને,
    સાચા થવાનો અર્થ અહી ગાંડપણ હશે.
    સાવ સાચી વાત.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s