નાવ ખોવાતી જશે…


મૌન થઇ ચાલ્યું મુખર, બેચેન તું છે હુંય છું
સ્હેજ કાંપે આધર, બેચેન તું છે હુંય છું

ઝાકળો જાણી રમત ના માંડવી, છે અશ્રુઓ
વેદનાનું છે નગર, બેચેન તું છે હુંય છું

ઢાઈ અક્ષર શ્વાસને દરિયે હિલોળાતા રહે
ઉઠતી-ઢળતી નજર, બેચેન તું છે હુંય છું

છે દીવાદાંડી છતાંયે નાવ ખોવાતી જશે
એક તલ છે ગાલ પર, બેચેન તું છે હુંય છું

ઝંખનાના આગીયાઓનું ગગન તું એટલે –
રમ્યતર છે રમ્યતર, બેચેન તું છે હુંય છું

– નિર્મિશ ઠાકર

One thought on “નાવ ખોવાતી જશે…

  1. ઢાઈ અક્ષર શ્વાસને દરિયે હિલોળાતા રહે
    ઉઠતી-ઢળતી નજર, બેચેન તું છે હુંય છું

    છે દીવાદાંડી છતાંયે નાવ ખોવાતી જશે
    એક તલ છે ગાલ પર, બેચેન તું છે હુંય છું…

    બન્ને પંક્તિ લાજવાબ. આફરીન.

Leave a comment