આંગણ

screen-shot-2015-05-18-at-11-43-07-am

સાંજ થતાં થતાં
આંગણના પ્રકાશ – રંગ મૂરઝાઈ જાય છે
પૂનમના ચંદ્રની વિરાટ સ્વચ્છતા, સ્થિર, પરિચિત
આસમાન પર જાદુ નથી પાથરતી.
આકાશમાં વાદળ ઘેરાઈ આવ્યા છે
નઠારી ચિંતાઓ કહે છે કે કોઈ દેવદૂતનું મરણ થયું છે.

આંગણ આકાશનું, સ્વર્ગનું સંદેશાવાહક છે –
આંગણ એક બારી છે જ્યાંથી
ઈશ્વર આત્માઓની શોધખોળ કરે છે
આંગણ એક ઢાળવાળો રસ્તો છે
જ્યાંથી આકાશ, ઘરની અંદર ઢોળાઈ આવે છે
ચુપચાપ –
શાશ્વતી સિતારાના ચાર રસ્તા પર પ્રતીક્ષા કરે છે
ચિરપરિચિત દરવાજો, નીચે હૂંફાળી છત અને
શીતલ ફૂવારાઓની વચ્ચે
એક સંગીનીની પ્રગાઢ સ્નેહની છાયામાં
જીંદગી કેટલી વ્હાલી લાગે છે!

– જોર્જે લોઈ બોરજે
(દેશ: આર્જેન્ટિના)
(અનુવાદ: સુજાતા ગાંધી)