તું વૃદ્ધ થાય ત્યારે…


b7681798e3af00b5024646da6e9484ff_large

તું નિસ્તેજ-ફિક્કી ને ઊંઘણશી થઇ જાય
ને ઝોકાં ખાતી બેઠી હો તાપણાં કને
ત્યારે આ પુસ્તક ઉતારજે,
ને વાંચજે ધીરેધીરે;
એક સમયની તારી આંખોની સૌમ્યતા
ને ઊંડે પડેલી તેની છાયાઓના સપનાં જોજે.

મરતાં હતાં કેટલાં બધાં
તારી પ્રસન્નચારું મોહિનીની ક્ષણો પર !
ને કરતાં’તાં તારા લાવણ્યને
સાચો કે ખોટો પ્રેમ,
પણ હતો એક જણ :
આશક, તારા યાત્રિક આત્માનો,
ચાહક, તારા બદલાતા ચહેરાની દર્દીલી રેખાઓનો.

તાપણા પરના લાલચોળ ઝગઝગ થતા સળિયાઓ પાસે ઝૂકીને
સહેજ ખિન્ન મને ગણગણજે :
કેવો હાથતાળી આપી નાસી ગયો પેલો પ્રેમ
ઉપર ઝળૂંબતા ડુંગરો પર,
ને કેવો છુપાવી દીધો ચહેરો તેણે
તારાઓના વૃંદમાં.

– ડબ્લ્યૂ. બી. યેટ્સ
(દેશ: આયર્લેન્ડ)
(અનુવાદ: મહેશ દવે)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s