કરશો ના ક્યારેય ન્યોછાવર પૂરું હૃદય

b7681798e3af00b5024646da6e9484ff_large

કામોન્મત્ત સ્ત્રીઓને
ક્યારેય કરશો ના હૃદય પૂરેપૂરું ન્યોછાવર,
સપનેય જાણતી નથી તેઓ કે
ચુંબને ચુંબને વિલાતો જાય છે પ્રેમ,
કેમ કે આજે લાગે છે જે મોહક
તે હોય છે ક્ષણિક, સ્વપ્નીલ, માયાળુ વિલાસ.

ખરે જ, હૃદય ન કરશો પૂરેપૂરું ન્યોછાવર,
કારણ કે સુફિયાણી વાતો કરી
એમણે મૂક્યું છે હૃદય રમતની ચોપાટમાં
ને કોણ રમી શકે રમત સારી રીતે
હોય જો તે પ્રેમમાં બધીર, મૂક અને અંધ?

પ્રેમ કર્યો છે જેણે તે જાણે છે આ બધું,
કેમ કે પૂર્ણ હૃદય અર્પી ગુમાવ્યું છે એણે તમામ.

– ડબ્લ્યૂ. બી. યેટ્સ
(દેશ: આયર્લેન્ડ)
(અનુવાદ: મહેશ દવે)