સ્ત્રીને ચાહવી


b7681798e3af00b5024646da6e9484ff_large

સ્ત્રીને ચાહવી એટલે મરણથી પલાયન થવું,
પૃથ્વીની અવસ્થાની અળગા થવું.
એકમેકના હૃદયમાં થતો વીજળી-કંપ
સાથે સૂવું, સાંભળવું અને સ્વપ્નવું.
રાતનાં વૃક્ષો સાથે ઝૂલવું
એકમેકને ચૂમવું અને સ્પર્શવું
આંખના એક ઝબકારા માટે ઝનૂની થવું
ભીતર પ્રવેશવું અને બહાર આવવું, વિસ્મય સાથે.

અને તે પ્રતિભાવ ન આપ્યો.
‘તું શું ઊંઘમાં છે’ મેં પૂછ્યું.
આપણે સૂતાં અશબ્દ, એકમેકને ધારણ કરતાં.
બે આત્માઓ વેદનાથી છલકાતા.

વિશ્વ તો રહ્યું દૂર,
જે આપણને ઈજા નહીં પહોંચાડી શકે.
સિતારાઓ નજદીક જ છે
જે કામણટૂમણનો સંકેત નહીં કરી શકે.
મને એમ લાગે છે કે હું મારી ગયો છું
તને પાછળ મૂકીને.

– એડ. હુરનિક
(દેશ: આયર્લેન્ડ)
(અનુવાદ: સુરેશ દલાલ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s