હું તને વિનંતી કરું છું

b7681798e3af00b5024646da6e9484ff_large

હું તને વિનંતી કરું છું,
તને જો મારા માટે પ્રેમ ક્જેવું કંઈક હોય તો,
હમણાં મને જાણવા દેતી નહીં
જયારે મને તારા માટે બહુ ખાસ લાગણી નથી –
થોભી જ, જ્યાં સુધી તે મારા ગર્વ પર વિજય મેળવ્યો નથી
એવો ડોળ કરીને તને મારી કંઈ  જ પડી નથી.

હું તને વિનંતી કરું છું,
તને લાગે છે કે તારી આંખો તને રસ્તો બતાવશે
તો મને પેલી ઝંખનાભરી નજરે ન જોતી,
કારણ તું જાણે છે કે નજર ક્ષણ પર દબાણ કરશે –
રાહ જો જ્યાં સુધી આપણા ધબકારા શાંત પડે
પછી મારા સ્કંધ ઉપર તારું શીશ રાખજે.

હું તને વિનંતી કરું છું,
આપણે આવેશને શરણે ન જવું જોઈએ
ત્યાં સુધી કે આપણું ગમવું પ્રેમમાં વિકસે નહીં :
છાલ, આપણે અટકી જઈએ અને પાછળ જોઈએ,
ચાલ, આપણે દૂર ખસીએ અને નિસાસા નાખીએ,
ચાલ, આપણે પીઠ સાથે પીઠ રાખી ઊભાં રહીએ,
ચાલ, આ દિવસને આવજો કહી દઈએ
અને આપણા જુદા રસ્તે ચાલી નીકળીએ.
ક્ષણભર પર વિરામ માટે થોભીએ નહીં
આપણા છેલ્લા શબ્દના પડઘા માટે.

હું તને વિનંતી કરું છું,
તું તારી જાતને ભાળે
મારા આલિંગનમાં.
મને ચુંબન કરવા અને મૂક રાખવા
હું વચનો આપવાની શરૂઆત કરું એ પહેલાં
કે સમય કદાચ પસંદ કરે ઉપ્પર્વત થવાનું –

રાહ જો, જ્યાં સુધી આપણા હાથ મુક્ત થાય,
પછી મને સાંભળ;
રાહ જો, જ્યાં સુધી આપણો પ્રેમ સંપૂર્ણ ખીલી ઊઠે,
પછી મને તારો હાથ આપજે.

 

– લાબાન એરાપુ
(દેશ: આફ્રિકા)
(અનુવાદ: દિનેશ દલાલ)