મારાં વસ્ત્રો ઉતારતાં

b7681798e3af00b5024646da6e9484ff_large

હું મારું શર્ટ કાઢી નાખું છું, હું બતાવું છું તને
મારા બાહુઓ નીચેના વાળ મેં સાફ કર્યા છે
હું મારું પેન્ટ ઉંચે ચઢાવું છું.
ચપ્પુ વડે મારા પગના વાળ ઉઝરડી નાખ્યા છે, સફેદ થયા છે.

કાપેલા મેપલ્સના રંગ જેવા મારા કેશ છે,
દક્ષિણમાં રંધાતા વાલની માફક મારી આંખો ઘેરી છે
(કોલસાની ખાણોમાં ચંદ્ર-ચિરાડો પડેલી ટેકરીઓ પર)

ત્વચા વાડકાની જેમ પોલીશ કરેલી
બતાવતી એના રક્ત-કાપાઓ, એની ઉંમર, મારા સો સો
બરફનાં  નામો છે, આ માટે, તેઓ બધાં શાંત છે.

તું અજાણોને ઓળખે છે,
વિચારે છે તું વિનાશમાં જીવ્યો હતો.
તું ખુલાસો કરી નથી શકતો આ રાતનો, મારા ચહેરાનો, તારી સ્મૃતિનો.

તારે જાણવું છે કે હું શું જાણું છું?
તારા પોતાના હાથ ખોટું બોલે છે.

– કેરોલીન ફોર્શ
(દેશ: અમેરિકા)
(અનુવાદ: દિનેશ દલાલ)