સર્જન

b7681798e3af00b5024646da6e9484ff_large

જ્યાં મૃતજનો છે ત્યાં તો તેઓ છે જ અને
એથી વિશેષ કશું નથી. પણ હું અને તું
મેદાનના ઘાસમાં ગાય જેવા દેવદૂતને
જોવાની અપેક્ષા રાખી શકીએ.
અને આપણે જ્યાં હઈશું ત્યાં
સ્વર્ગ જ હશે.
સજાયેલો સ્નાનગૃહ વિનાનો ખંડ હશે.
ઊંચે ને ઊંચે હશે ઈશ્વર.
આપણે એકમેકને કશુંક વાંચી બતાવશું
સર્જનના ‘સ’ નો ધ્વનિ અને આવા
કેટલાય નાદબ્રહ્મ સરતા રહેશે.
અને ધ્વનિઓ આપણા માથા પર.

આ વિશ્વમાં ક્યાંય પણ
જે વ્યક્તિ બીજી વ્યક્તિને ચાહે છે
એ બધી જ વ્યક્તિઓ
આ ખંડમાં આપણી સાથે છે
ભલે પછી યુદ્ધભૂમિ હોય તોપણ.

– કેનીથ પેચન
(દેશ:અમેરિકા)
(અનુવાદ: ઉત્પલ ભાયાણી)