ખજૂરાહોનાં ઉત્તેજક શિલ્પો

b7681798e3af00b5024646da6e9484ff_large

પ્રદીર્ઘ રાત્રિ પછી
એકબીજાની ખુબ નિકટ, તેમની નક્કર
પણ સાદી જરૂરિયાતો સંતોષાય છે તેમના મુખ દ્વારા
આવા પ્રેમમાં કુશળ, તેઓ જાગે છે
બુલબુલના ઝીણા કંકણ જેવા ટહુકે
આકાશ કલીંગરની ચીર.

અને ઉતરતાં
ખજૂરાહોના લાંબા ઉડ્ડયન પછી,
રન – વે પરની સાઈડલાઈટ જેવી બળદની આંખો,
સુકાયેલા લોહીની ટેકરીઓ,
તેઓ હજી માણે છે એકબીજાને,
નસોમાં અનુભવે છે આકાશ જેવો ભૂરો પ્રેમ.

કેવળ મંદિરોમાં,
હરિયાળી અને પુષ્કળ હલચલના સ્થળોએ
જ્યાં પ્રેમ ચેસની જેમ.

ધર્મના વિચારો તેમનામાંથી સરી ગયા,
પાંપણોમાંથી ઊંઘની જેમ, સૂર્ય બંધ થયો છત્રીથી.

– એલન રોસ
(દેશ: અમેરિકા)
(અનુવાદ: જયા મહેતા)