મારા પતિ માટે

b7681798e3af00b5024646da6e9484ff_large

તું અંધારામાં સૂતો છે,
તું તારી પીઠ પર જે મને ગમે છે
અને આ બક્ષિશ છે સુવા માટે
મારી કવિતાના કોલાહલભરી રાત્રીઓની આરપાર.

મેં બીજા પુરુષોનો પણ વિચાર કર્યો છે
જ્યારથી હું તને મળી છું.
મેં એમના કેટલાક ભાગોને ચાહ્યા છે.
પણ ફક્ત તું જ અંધારાની આરપાર સુતો છે
પર્વતની જેમ જ્યાં મારું ઘર બનાવ્યું છે,
ખડક જેમ, જેના ઉપર મારું મંદિર ઉભું છે,
મહાન શબ્દકોશ સમાન જેમાં દરેક શબ્દ સમાયો છે –
કેટલાક તો
મેં કદીય બોલ્યા ન હતા.

તું શ્વાસ લે છે.
તારા સ્વપ્નોના પાનાંઓ  ફરફર ફફડે છે
મારા લેખનકાર્યના પવનથી.
ઓશીકું તારા ગાલ પર કરચલી પાડે છે
જેમ હું પાનાંઓ બંધ કરું છું.

જે તત્વ માં હું તરું છું
અથવા ઉડું છું
શાંત ચિંતન, આધાર, બિરાદર
આ છે આધુનિકતાની વિરુદ્ધ
એકરાર કરવો લગ્ન માટે –
છતાં મને બંધનની લાગણી થતી નથી
આ સમીરની લહેરમાં જે આપણે માણીએ છીએ.

– એરિકા જોન્ગ
(દેશ: અમેરિકા)
(અનુવાદ: દિનેશ દલાલ)