ઉગરી જનાર તરફથી

b7681798e3af00b5024646da6e9484ff_large

તે દિવસોમાં પ્રચલિત જે કોલકરાર અમે કર્યો હતો, એ સાદો હતો
પુરુષો અને સ્ત્રીઓ માટે.

હું જાણતી ન હતી કે અમે કોણ હતાં
કે અમારું વ્યક્તિત્વ
જાતિઓની નિષ્ફળતાનો પ્રતિકાર કરી શકે.

સદભાગી કે હીણભાગી, અમે જાણતાં ન હતાં
અને એ વ્યવસ્થામાં જાતિઓની નિષ્ફળતા હતી
અને અમે એ વહેંચી લેવાનાં હતાં।

દેહ તારો એટલો જ હજી ચમકદાર છે
હંમેશા હતો : કદાચ વધુ

ત્યારથી મારી લાગણી તે દેહ માટે સાવ સ્પષ્ટ છે :
હું જાણું છું કે તે શું કરી શકે છે અને શું નથી કરી શકતું.

હવે તે નથી
દેહ ઈશ્વરનો
અથવા બીજું કંઇક મારી જિંદગી પર પ્રભુત્વ કરે

આવતે વર્ષે તે વીસ વર્ષોનું થયું હોત
અને તું મૃત્યુ પામીને વેડફાઈ ગયો
જેની આપણે વાત કરીએ પર તે કૂદકો માર્યો હોત
ઘણું જ મોડું થયું સુધારી લેવાનું.

જે હમણાં જિંદગી જીવું છું
તે કૂદકા સમાન નહીં
પણ આશ્ચર્યકારક હલનચલનોની ટૂંકી શ્રેણી સમાન.

દરેક હલનચલન શક્ય બનાવતી આવતી હલનચલનને.

– એડ્રિયન રીચ
(દેશ: અમેરિકા)
(અનુવાદ:દિનેશ દલાલ)