વચનપત્ર

b7681798e3af00b5024646da6e9484ff_large

પામું હું મૃત્યુ જો તારા પહેલાં
જે નક્કી જ છે આ.
પછી ક્ષણ એકમાં
મને તું જોઈ શકે એ પહેલાં
કોઈ મૃત્યુ પામે
રૂપાંતરિત થતા
ત્વરિત ગતિએ ખરતા તારાની જેમ,
ઓળંગીને પ્રવેશ કરીશ હું તારામાં
અને કહીશ લઇ જવા
સ્મૃતિઓ ફક્ત તારી પોતાની જ નહીં
સાથે મારી પણ, જ્યાં સુધી તું પણ
નહીં જાય પોઢી અને ભૂંસી નાખે
વિસ્મૃતિમાં આપણે બન્નેને.

– ગેલવે કિન્નેલ
(દેશ:અમેરિકા)
(અનુવાદ: દિનેશ દલાલ)

સ્મૃતિ

b7681798e3af00b5024646da6e9484ff_large

તારી સાથે સાંભળેલું સંગીત સંગીતથી પણ કૈંક વિશેષ હતું.
તારી સાથે માણેલો રોટીનો ટુકડો કોળીયાથી પણ કૈંક વિશેષ હતો.
હવે હું છું તારા વિનાનો, સાવ એકલવાયો
જે એક વખત સર્વ સુંદર હતું તે મરણ પામ્યું.

તારા હાથ એક વાર આ ટેબલને અને ચાંદીનાં પાત્રોને સ્પર્શ્યા.
અને આ પિયાલાને પકડતી જોઈ છે મેં તારી આંગળીઓ.
આ બધી વસ્તુઓ તને યાદ નથી કરતી, પ્રિયતમા, –
અને છતાં તારો સ્પર્શ એના પર છે તે કદીયે જશે નહીં.

આ બધી વસ્તુઓને ઘૂમતી કરી છે તેં મારાં હૃદયમાં
અને એના પર તારા હાથની અને આંખની કૃપા વરસી છે;
અને મારા હૃદયમાં આ તમામ તને હંમેશાં યાદ કરશે,
એક વાર એ બધાં તને જાણતાં હતાં, હે સુંદર અને સમજણી.

 

– કોનરાડ એઈકેન
(દેશ: અમેરિકા)
(અનુવાદ: સુરેશ દલાલ)

મારાં વસ્ત્રો ઉતારતાં

b7681798e3af00b5024646da6e9484ff_large

હું મારું શર્ટ કાઢી નાખું છું, હું બતાવું છું તને
મારા બાહુઓ નીચેના વાળ મેં સાફ કર્યા છે
હું મારું પેન્ટ ઉંચે ચઢાવું છું.
ચપ્પુ વડે મારા પગના વાળ ઉઝરડી નાખ્યા છે, સફેદ થયા છે.

કાપેલા મેપલ્સના રંગ જેવા મારા કેશ છે,
દક્ષિણમાં રંધાતા વાલની માફક મારી આંખો ઘેરી છે
(કોલસાની ખાણોમાં ચંદ્ર-ચિરાડો પડેલી ટેકરીઓ પર)

ત્વચા વાડકાની જેમ પોલીશ કરેલી
બતાવતી એના રક્ત-કાપાઓ, એની ઉંમર, મારા સો સો
બરફનાં  નામો છે, આ માટે, તેઓ બધાં શાંત છે.

તું અજાણોને ઓળખે છે,
વિચારે છે તું વિનાશમાં જીવ્યો હતો.
તું ખુલાસો કરી નથી શકતો આ રાતનો, મારા ચહેરાનો, તારી સ્મૃતિનો.

તારે જાણવું છે કે હું શું જાણું છું?
તારા પોતાના હાથ ખોટું બોલે છે.

– કેરોલીન ફોર્શ
(દેશ: અમેરિકા)
(અનુવાદ: દિનેશ દલાલ)