વસંત પંચમી – પ્રેમની મોસમ

વસંત પંચમીની અઢળક શુભેચ્છાઓ...!!!

વસંત પંચમીની અઢળક શુભેચ્છાઓ…!!!

 

રંગ ભરી લઇ કલમ, કુદરતે
લખ્યો વાસંતી પત્ર

માન, માન, માની જા વ્હાલમ
આવી પહોંચને અત્ર

વિરહ મિલનની વચ્ચે ઝૂલે
મનનો મુગ્ધ હિંડોળ
રાગ વિરાગની વચ્ચે મારું
ચિત્ત ચડે ચગડોળ
પ્રેમ પ્રેમ નાં અઢી અક્ષરનો
ગૂંજી રહ્યો છે મંત્ર

કળીએ કળીએ પ્રગટી આશા
પુષ્પ થઇ ખીલવાની
નમણા નાજૂક તન પર
ઝીણા ઝાકળને ઝીલવાની
આવકારનો શબ્દ સુગંધી
રેલી રહ્યો સર્વત્ર

 – તુષાર શુક્લ

Advertisements