બદલાતા વર્ષ માટે પટ્ટી

.
.
તું – કોણ છે તું? કેવી છે મને
તારા માટે લાગણી?
શું હું તને ધિક્કારું છું એટલે હું પ્રેમ કરું છું
તારા પ્રેમના બંધન માટે?
જો આ બંધન નહીં હોય તો શું હું મુક્ત રહીશ
કે ખોવાઈ જઈશ?
.
.
પણ ફક્ત
તારી પોતાની ખાતર : કોણ
છે તું?
શું હું મદદ કરી શકું  :
બધી વસ્તુઓનો
મેળ ખાય છે
સારી રીતે તારા માટે? શું
છે પેલા કાળા વિસ્તારો?
શું છે તે ભાગો
.
.
તારા, જે રહી નથી શકતા
સાથે એક જગ્યાએ
પ્રકાશમાં આવતા?
શું છે તે લાલસાઓ અને
ભય જે ફક્ત સ્વપ્નો ગુસપુસ કરે છે?
.
.
મારો પ્રેમ છે શ્રેષ્ઠત્તમ
હું જાણું છું કેવો :
સામનો કર મારો
ભરોસાથી.
.
.
શું તને તારું મળી રહે છે?
લેવું અને આપવું
તારું, મારું, અને આપણું,
શું આપણે ઉકેલી શકીએ છીએ મોટા ભાગના
વિસ્તારોનો, શું આપણે સ્પર્શ કરી શકીએ છીએ
પર્યાપ્ત
મગરૂરીથી?
.
.
શું હું તને પ્રેમ કરું છું બહુધા, અથવા
આપણે સાથે રહેવાનો વિચાર?
શું તું આશા રાખે છે કે નહીં લેવાથી
બધું થાળે પડશે આપવાથી?
એ તો માર્ગ છે સંતોનો :
પણ લે : લે તે
મારી પાસેથી : મારી પાસે છે તે
અને હોવું
તે તારા માટે, એટલે મળે છે મને મારું।
.
.
કોણ છે તું, ગહનતમ?
કર્યો હતો મેં તને સંકેત? હતું
તે
તળિયું જેને મેં ઘ કર્યો હતો? પણ ઓહ
ઉપર તારા હૃદયમાં અને આસપાસ
તારા સ્તનોની
.
.
અને બોલવું ગહનતા રહેલી
તારી આંખોમાં – એ વિશે
શું હું તારા
મૂલ્યાંકનમાં બરોબર છું?
તને તારું મળી રહે છે? હતું
તારું તારી પાસે?
તને તો હું મળ્યો હતો: હું તારો છું:
દરેક કોષ
અહીયા જ આવી પહોંચે છે:
તું છે
સુંદર : તું છે
બસ સુંદર :
સુંદર: આભાર તારો.
.
.
– એ. આર. એમન્સ.
(દેશ: અમેરિકા)
(અનુવાદ: દિનેશ દલાલ)

Advertisements