હું દેહ સ્ત્રીનો લઈને જન્મી અને અભાગી

.
.
હું દેહ સ્ત્રીનો લઈને જન્મી અને અભાગી
બધી તાણ અને તરંગો મારાં જેવાં
અને તારી નિકટતાથી પ્રેરાઈને શોધવા લાગી
સુંદર દેહધારી તને, અને કંઇક દિલને બહેલાવવા
તારા દેહનો ભાર ઝીલ્યો મારાં સ્તનો પર :
.
.
કેટલો સૂક્ષ્મ આકારાયેલો જિંદગીનો ઉદ્વેગ,
સ્પષ્ટ કરવા ધબકારાને અને આવૃત કરવા મનને,
અને મને છોડી ફરી એક વાર નીરાચ્છાદિત કરીને, સ્વસ્થ.
આ માટે વિચાર ન કર, તેમ છતાં, દુર્બળ દ્રોહ
મારા મેદસ્વી લોહીનો મારા આઘાત પામેલા જ્ઞાનતંતુઓ સામે
હું યાદ કરીશ તને પ્રેમથી અથવા પરિપક્વ બનાવીશ
અનુકંપાથી મારી ઘૃણાને – મને સાફ જણાવી લેવા દે :
હું આ ઉન્માદને અપૂરતું કારણ ગણું છું
ગાઢ પરિચય માટે જયારે આપને પાછા મળીએ.
.
.
– એડના સેન્ટ વિન્સેન્ટ મિલે
(દેશ: અમેરિકા)
(અનુવાદ:દિનેશ દલાલ)

Advertisements