નગ્ન નારી ઊતરતી દાદર


.
.
અંગૂઠા પર અંગૂઠો, હિમઝરતો દેહ,
સુવર્ણ લીંબુનું, મૂળિયું અને છાલ,
સૂર્યપ્રકાશમાં ચળાઈને દાદર ઊતરતી
નહીં દેહ પર કશુંય, કે નહીં કંઈ એના મનમાં.
.
.
અમે દાદરના થાંભલાની પાછળ છુપાઈને નિહાળતા હતા
સતત અથડામણ કામોત્તેજક ગતિ સાથે –
ઝૂલતી હવા ઉપર છાપ પાડતા એના અધરો
જે વિખૂટાં પાડે છે અંગોને અંગોમાંથી અનુસરવા.
.
.
એક નારીનો જળધોધ, એ પહેરે છે
એનું હળવું ઉતરાણ જાણે લાંબો ખુલ્લો ઝભ્ભો
અને અટકતી ક્ષણિક દાદરે
અને ભેગી કરે છે એની ગતિને એક આકારમાં.
.
.
– એક્સ. જે. કેનેડી
(દેશ: અમેરિકા)
(અનુવાદ: દિનેશ દલાલ)

Advertisements

One thought on “નગ્ન નારી ઊતરતી દાદર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s