લાલ હથેળીઓ

.
.
પહેલી વાર
મેં જોયો
ભમરાને કમળમાં
બદલાતો,
પછી કમળને બદલાતું
ભૂરા  પાણીમાં,
પછી ભૂરા પાણીને
અસંખ્ય સફેદ પક્ષીઓમાં,
પછી સફેદ પક્ષીઓને બદલાતાં
લાલ આકાશમાં,
પછી આકાશને બદલાતું
તારી હથેળીઓમાં,
અને મારી આંખો બંધ કરતુ,
એ રીતે આંસુઓને
સ્વપ્નો બનતાં
પહેલી વાર મેં જોયાં.
.
.
– સર્વેશ્વરદયાલ  સક્સેના
(ભાષા: હિન્દી)
(અનુવાદ: સુશી દલાલ)

Advertisements