કેટલું સારું હોય છે

.
.
કેટલું સારું હોય છે
એકબીજાને વગર જાણ્યે
પાસે પાસે હોવું
અને એના સંગીતને સાંભળવું.
જે ધમનીઓમાં બજે છે.
એના રંગોમાં તરબોળ થવું
જે બહુ જ ઘેરા ચઢે-ઉતરે છે.
શબ્દોની શોધ શરૂ થતાં જ
આપણે એકબીજાને ખોવા માંડીએ છીએ
અને એમની પકડમાં આવતાં જ
એકબીજાના હાથમાંથી
માછલીની જેમ સરકી જઈએ છીએ.
.
.
પ્રત્યેક જાણકારીમાં બહુ જ ઊંડે
કંટાળાનો એક ઝીણો તાંતણો છુપાયેલો હોય છે,
કંઇક પણ બરાબર જાણી લેવું
પોતાની સાથે દુશ્મની કરવા બરાબર છે.
.
.
કેટલું સારું હોય છે
એકબીજાની પાસે બેસીને ખુદને ઢૂંઢવા
અને પોતાની જ અંદર
બીજાને મેળવી લેવું.
.
.
– સર્વેશ્વરદયાલ સક્સેના
(ભાષા: હિન્દી)
(અનુવાદ: સુશી દલાલ)

Advertisements