પ્રેમ

.
.
મારી પાસે કશું નથી તોપણ
નથી હું આકર્ષક, નથી મારી પાસે છતાં
કે નથી બુદ્ધિ કે નથી શક્તિ
કે નથી યૌવનનો અહંકાર
નથી મારી પાસે કળા કે નથી હું નિષ્ણાત
બટકણો, એકલો, વિખૂટો, નર્યો લાગણીશીલ
પણ હું તને ચાહું છું, ચાહું છું, ચાહું છું.
.
.
કેટલીયે કરી છૂટવાની મથામણ
બધી રીતે જોઈએ તો મારી જિંદગી અસહાય
મેં તમામ પ્રકારની પ્રાર્થના, તાપ, મૌનને આઘે ધકેલી
કેટલાયે જૂનાપુરાણા વિસ્તારમાં
અને અજાણ્યા પ્રદેશમાં ઘૂમી વળ્યો
તોપણ હું ચાહવાનું છોડી ન શક્યો
ચાહ્યા વિના રહી ન શક્યો.
.
.
મેં અનેક પ્રકારના જુદા જુદા પોષક પહેર્યા
એના પ્રત્યેક ઉદ્ગારમાં માયાજાળ છે
ભ્રમણનો એ જીવ છે
તોપણ હું ચાહ્યા વિના રહી ન શક્યો.
એ મારું ઉદાસ વાદળ છે
તોપણ એની મોહિની મને વશ કરે
એ ફિક્કી, નિસ્તેજ છે બહુરૂપી આકાશ જેવી
છતાં પણ એનું સૌંદર્ય પાગલ કરે છે.
એ ચિક્કાર ભય પમાડે એવી, વિસ્મય જેવી
છતાં પણ એનું સૌંદર્ય મને ઘાયલ કરે.
.
.
– શમશેર બહાદુરસિંહ
(ભાષા: હિન્દી)
(અનુવાદ: ઉત્પલ ભાયાણી)

Advertisements