રાત

.
.
એક હતી કાગળની રાત, એક હતી વાદળની રાત,
ઝરમર જે વરસી હતી મારા પર – એક હતી શ્રાવણની રાત.
.
.
તારું ગમવું અને તારું મળવું હતું આનંદની ઘટના,
તને અચાનક ગુમાવી દેવું બનાવ છે એ વિરહની રાત.
.
.
તારી સાથેની પળો હતી જેટલી સુખદ,
એ યાદો આજે ચહેરા પર મારા છે વિષાદની રાત.
.
.
તારું સાથે હોવું સામાન્ય દિવસે પણ તહેવાર જેવું,
તુજ વિણ હવે તો પર્વ પણ સૌ માત્ર વહેવારની રાત.
.
.
તારા સાદનો કલરવ જીવનને મારા ગુંજવતો,
તારું મૌન હવે તો શમી ગયેલા પડઘાની રાત.
.
.
તારો ચહેરો મારી દરેક રાતનો હતો પૂનમનો ચાંદ,
તારી દૂરતા છે હવે મારી એકલતાના ગ્રહણની રાત.
.
.
– ક્રિષ્ના

Advertisements