તારા વિનાની ઋતુઓ

.
.
ફરી આવ્યો છે શિયાળો નજીક,
ચોમાસું ફરી મળવાના વાયદા-
સાથે રજા લેવા તૈયાર થયું છે.
ફરી એ જ ઠંડક અને એ જ વાયરો-
મને વળગશે, લપેટાશે અને
દર વર્ષથી વિરુદ્ધ,
મને અંદરથી થથરાવી મુકાશે આ વર્ષે;
શિયાળાને તારી અને તારી હૂંફની
ગેરહાજરીની આણ વર્તાઈ ચુકી છે,
તારા વિના વીતેલા ચોમાસાના ફોરાંઓએ
મને ભીંજવીને તારી યાદોનાં ઘાવ –
તાજા કરેલાં જ હતા ત્યાં;
હવે આ શિયાળો પણ એના પર મીઠું ભભરાવવા
આતુરતાપૂર્વક મારા તરફ ધસી રહ્યો છે.
બારેમાસની દરેક ઋતુઓ હવેથી
મને એમની ઈચ્છા પ્રમાણે
હેરાન પરેશાન કરશે – હંમેશા…!…?
શું ક્યારેય આવશે મને આ બધાથી
બચાવી પોતાના બાહુપાશમાં સમેટી લેવા –
મને વીખરાતાં અટકાવી દેવા…
.
.
“તું”…???
.
.
– ક્રિષ્ના

Advertisements