તમે મને

.
.
તમે મને વધારે મૂગો કરી દીધો.
એક જ સોનેરી આભા
બધી ચીજો પર છવાઈ ગઈ.
હું વધારે એકલો થઇ ગયો
તમારી સાથે ઊંડા ઉતારીને.
હું એક ખાડામાંથી નીકળ્યો
એકલો ખોવાયેલો, અને મૂગો.
મારી ભાષા તો હું ભૂલી જ ગયો
અને મારી આસપાસની ચારેબાજુની ભાષા બોલવા
લાગ્યો
વૃક્ષો અને છોડવાઓની
નદીના તરંગની
આદમના યૌવનની નાદાનિયત
ઈવની યુવાન નિર્દોષતા
ગમે તેમ! તોપણ!
એવું લાગે છે
તું મને ચારેબાજુથી લપેટી લે છે
હું તમારા વ્યક્તિત્વના મોઢામાં અપૂર્વ આનંદનો
આનંદનો કોળિયો થઈ જાઉં છું…હું
વાચા વિનાનો.
.
.
– શમશેર બહાદુરસિંહ
(ભાષા: હિન્દી)
(અનુવાદ: સુશી દલાલ)

Advertisements