પ્રેયસી: ભાગ-૧

.
.
તું મારી પહેલી પ્રેમિકા છે
જે અરીસા જેવી સ્વચ્છ
શરીરના માધ્યમથી જ વાત કરે છે
અને કદાચ
મારી વાત ચોખ્ખેચોખ્ખી
સમજે છે.
વહાલી, તું કેટલી વહાલી છે
એ કાંસાનું સુંવાળું શરીર હવામાં ડોલી રહ્યું છે
હવા ધીમે ધીમે નાચી રહી છે.
એટલા માટે…
તું પણ મારી આંખોમાં
(સ્થિર રૂપમાં સાકાર રહીને પણ)
ધીએમ ધીમે અજાણ્યા રૂપમાં
નાચી રહી છે
ધીમે ધીમે આ વિશ્વ ડોલી રહ્યું છે.
.
.
– શમશેર બહાદુરસિંહ
(ભાષા: હિન્દી)
(અનુવાદ: સુશી દલાલ)

Advertisements