તું સુંદર હોય, ઘર સુંદર હોય

.
.
જયારે હું થાકેલો ઘરે આવું, તું સુંદર હોય ઘર સુંદર હોય
આખો દિવસ પરસેવો થયો હોય
કેટલાંયે કપડા સીવ્યાં હોય
બાળક પણ રડતું હોય ભીનું
બટાટા પણ હોય અરધા છોલેલાં.
જયારે હું થાકેલો ઘરે આવું, તું સુંદર હોય ઘર સુંદર હોય.
બધા તોફાન અટકી ગયાં હોય ઘરનાં
મને જો આંખો ભરીને
ન અંબોડો ફૂલથી સજાવ્યો હોય
ન પતંગિયા જેવા વસ્ત્ર, ન નખરાં.
જયારે હું થાકેલો ઘરે આવું, તું સુંદર હોય ઘર સુંદર હોય.
સોફા પર અડધી લેટેલી હોય
ફોરેન મેગેઝીન વાંચતી હોય
સ્ફટિક જેવું ઘર સાફ હોય
અવાજ થતા ચોંકી ઊઠતી હોય
તું કવિતા ન લાખ સલૌની, હું પૂરતો છું, તું પ્રિયતર હોય.
જયારે હું ઘરે આવું, તું સુંદર હોય ઘર સુંદર હોય.
.
.
– શકુન્ત માથુર
(ભાષા: હિન્દી)
(અનુવાદ: સુશી દલાલ)