તમે આવ્યાં એટલે

.
.
તમે આવ્યાં છો
એટલે બધું બદલાઈ ગયું છે.
એટલે ફિક્કા કિરણો
સોનેરી થઇ ગયાં છે.
એટલે રડતું સૂનું મન
ભર્યું ભર્યું.
એટલે દરેક ફૂલ રંગીલું
અને ખીલેલું.
એટલે સૌંદર્યથી શોભી ઊઠ્યા છે
ગગનધરા.
તમે આવ્યાં
એટલે મન
કિરણ, ફૂ, આકાશ
બધા જ
સચવાઈ ગયાં છે.
.
.
– ભવાનીપ્રસાદ મિશ્ર
(ભાષા: હિન્દી)
(અનુવાદ: સુશી દલાલ)

Advertisements