પ્રેમપત્ર


.
.
પ્રેત આવશે
પુસ્તકમાંથી કાઢીને લઇ જશે પ્રેમપત્ર
ગીધ પહાડ પર એને ચૂંથી ચૂંથીને ખાશે.
.
.
ચોર આવશે તો પ્રેમપત્ર જ ચોરશે
જુગારી પ્રેમપત્ર જ દાવ પર લગાવશે
ઋષિ આવશે તો દાનમાં માગશે પ્રેમપત્ર.
.
.
વરસાદ આવશે તો પ્રેમપત્ર જ પલાળશે
આગ લાગશે તો સળગાવશે પ્રેમપત્ર
પ્રેમપત્ર પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
.
.
સાપ આવશે તો ડંખશે પ્રેમપત્ર
તમરાં આવશે તો ચાટશે પ્રેમપત્ર
કીડાઓ પ્રેમપત્રને કોરી ખાશે.
.
.
પ્રલયના દિવસોમાં સપ્તર્ષી માછલી અને મનુ
બધા વેદને બચાવશે
કોઈ નહીં બચાવે પ્રેમપત્ર.
.
.
કોઈ રોમ બચાવશે કોઈ મદીનાને
કોઈ ચાંદી બચાવશે કોઈ સોનાને.
.
.
હું કેવળ એકલો કેવી રીતે બચાવી શકીશ તારો
પ્રેમપત્ર?
.
.
– બદરીનારાયણ
(ભાષા: હિન્દી)
(અનુવાદ: સુશી દલાલ)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s