એક વાર


.
.
એક વાર જે કરમાય છે
તે ફરી પાછું ભાગ્યે જ મ્હોરે છે.
.
.
ફૂલો, શબ્દો, કે પ્રેમ,
પાંખો, સ્વપ્નો કે સ્મૃતિઓ
જયારે એ જીવનમાંથી છટકી જાય છે
ત્યારે પછી ફરતી નથી.
.
.
સાથે બેસીને
ગાતાં ગાતાં
ઝીણું ઝીણું જતન કરવાનો
આ તો એક અવસર છે.
આ એક ક્ષણ છે
જયારે મરણને પડકારી શકાય
અને સમયને ખરીદી શકાય.
.
.
એક વાર ચીમળાઈ ગઈ
ખલાસ થઇ ગઈ અને નાશ પામી
પછી માત્ર સમય રહે છે
પશ્ચાતાપનો.
.
.
એક વાર જે કરમાય છે
તે ફરી પાછું ભાગ્યે જ મ્હોરે છે.
.
.
– અશોક વાજપેયી
(ભાષા: હિન્દી)
(અનુવાદ: રોહિત શાહ)

Advertisements

2 thoughts on “એક વાર

 1. આવો પશ્ચાતાપનો સમય કદી ન આવે એટલા માટે જ કહું છું કે….

 2. એક વાર જે કરમાય છે
  તે ફરી પાછું ભાગ્યે જ મ્હોરે છે.
  .
  .
  ફૂલો, શબ્દો, કે પ્રેમ,
  પાંખો, સ્વપ્નો કે સ્મૃતિઓ
  જયારે એ જીવનમાંથી છટકી જાય છે
  ત્યારે પછી ફરતી નથી.

  કેટલી સાચી વાત છે, એક વાર તમે પ્રેમ ને ગુમાવી દો પછી જ એની કિંમત સમજાય છે, કેમ એવું થતું હશે? કેમ સાચા પ્રેમ ની ઓળખ અને કિંમત એ એને ગુમાવી દીધા પછીજ થાય છે?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s