હું જેને ચાહું છું


.
.
હું જેને ચાહું છું એ જો આજે અહી હોત તો!
આ મધ્યાહનના તડકે નાહ્યાં શ્યામલ વૃક્ષો
ભર્યા ભર્યા બનત પુષ્પોથી, ઉનાળાના ખુલ્લા આકાશમાં
હૈયાની બોલકી વાંસળી પળે પળે વાગી ઉઠત.
તડકી-છાંયડી રમતો માર્ગ પાઈનવૃક્ષની સુગંધથી
મઘમઘી ઊઠત.
દૂર દૂરથી મધુર ટહુકોમાંથી છેતરામણો કલધ્વનિ
વહી આવ્યો છે.
હળવી વાતો, ગીતોના સૂર, મધ્યાહનની પરિપૂર્ણ ક્ષણ
અપૂર્વ ઐશ્વર્યથી ભર્યું ભર્યું હોત જીવન.
.
.
એ જો પાસે હોત તો! આ દૂર દેશમાં…
આખા હૃદયને ભરી દેતો નિશ્વાસ; આહ્કારો
નીકળી જાય છે.
ઉનાળાનો દઝાડતો પવન વહી લાવે છે
એક સુખસ્વપ્ન છબીને
અને મન પર છવાઈ જાય છે એક પહાડી પ્રદેશ,
વનઅરણ્ય .
સમય ભૂલો પડે છે…ગતિ; શાંત સ્તબ્ધ બને છે
આ સૂતેલા પાઈનજંગલમાં ઊંઘરેટું પંખી ક્યાંકથી
ટહુકી રહ્યું છે!
.
.
– હુમાયુન કબીર
(ભાષા: બંગાળી)
(અનુવાદ: નલિની માડગાંવકર)

Advertisements

3 thoughts on “હું જેને ચાહું છું

  1. એ જો પાસે હોત તો! આ દૂર દેશમાં…
    આખા હૃદયને ભરી દેતો નિશ્વાસ; આહ્કારો
    નીકળી જાય છે.

    ખરેખર ખુબજ સુંદર અનુભૂતિ હોય છે કોઈ ને પણ પ્રેમ કરવાની…પ્રેમ તો પરમાત્મા નું પરમ સ્વરૂપ છે… કોઈ ના પ્રેમ માં હોવુંએ પરમાત્માની અનુભૂતિ કરવા જેવી વાત છે… અને માનો ક ના માનો સાચો પ્રેમ એક જ વાર થાય છે…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s