હું જેને ચાહું છું

.
.
હું જેને ચાહું છું એ જો આજે અહી હોત તો!
આ મધ્યાહનના તડકે નાહ્યાં શ્યામલ વૃક્ષો
ભર્યા ભર્યા બનત પુષ્પોથી, ઉનાળાના ખુલ્લા આકાશમાં
હૈયાની બોલકી વાંસળી પળે પળે વાગી ઉઠત.
તડકી-છાંયડી રમતો માર્ગ પાઈનવૃક્ષની સુગંધથી
મઘમઘી ઊઠત.
દૂર દૂરથી મધુર ટહુકોમાંથી છેતરામણો કલધ્વનિ
વહી આવ્યો છે.
હળવી વાતો, ગીતોના સૂર, મધ્યાહનની પરિપૂર્ણ ક્ષણ
અપૂર્વ ઐશ્વર્યથી ભર્યું ભર્યું હોત જીવન.
.
.
એ જો પાસે હોત તો! આ દૂર દેશમાં…
આખા હૃદયને ભરી દેતો નિશ્વાસ; આહ્કારો
નીકળી જાય છે.
ઉનાળાનો દઝાડતો પવન વહી લાવે છે
એક સુખસ્વપ્ન છબીને
અને મન પર છવાઈ જાય છે એક પહાડી પ્રદેશ,
વનઅરણ્ય .
સમય ભૂલો પડે છે…ગતિ; શાંત સ્તબ્ધ બને છે
આ સૂતેલા પાઈનજંગલમાં ઊંઘરેટું પંખી ક્યાંકથી
ટહુકી રહ્યું છે!
.
.
– હુમાયુન કબીર
(ભાષા: બંગાળી)
(અનુવાદ: નલિની માડગાંવકર)

Advertisements