જો

.
.
જો એક ટુકડો જમીન મળી જાય
તો હું એમાં થોડાંક ફૂલ ઉગાડી શકું.
જો નદી મળી જાય
તો હું એમાં હોડી ચલાવી શકું.
અને જો વૃક્ષ મળી જાય
તો એની ગાઢ છાયામાં બેસી રહું
અને કોઈ મળી જાય મનનો મીત
તો દિલના તમામ દરવાજા ખોલી નાખું
અને જો મળે કોઈ સાથી-સંગાથી
તો એની સાથે જાઉં સાગરના સંગમ સુધી.
અને જો મળી જાય એક મંજિલ
તો નિરુદ્દેશ યાત્રા પર નીકળી પડું.
અગર જો પામી જાઉં ક્યાંક પ્રેમ
તો ઈશ્વરની પાસે મોકલી દઉં થોડાક અક્ષરો.
.
.
– સંજીવ ચટ્ટોપાધ્યાય
(ભાષા: બંગાળી)
(અનુવાદ: સુશી દલાલ)