જાઉં એ પહેલાં

.
.
તું જયારે ઊંઘતી હશે ત્યારે
હું આવીશ અવારનવાર
નહીં કરતી બંધ દ્વાર.
.
.
નહીં રાખતી મને રાહ જોતો
એકલવાયો, બહાર.
.
.
હું તને જોઇશ અંધકારમાં,
મૌનમાં હું તને શ્વાસેશ્વાસે ભરી દઈશ.
જાઉં એ પહેલાં હું ચૂમીશ
તારા હોઠ.
.
.
– સુભાષ મુખોપાધ્યાય
(ભાષા: બંગાળી)
(અનુવાદ: સુરેશ દલાલ)

Advertisements