અષ્ટપ્રહર

.
.
સાંજે તું આવશે તેથી
એક આખેઆખી સાંજને મેં
લાકડાના દાદરે ઊભી રાખી હતી.
.
.
રાતે તને સમય મળશે એ જાણીને
એક દિવસને ઉતાવળને બહાને
થોડીક વાતો કરી વિદાય કરી દીધો હતો.
પરોઢિયે તું પદ્મિનીની શુભ્રતા બનશે એમ ધારીને
મેં રાતના બધા દીવાઓ
મારે હાથે જ ઓલવી નાખ્યા હતા.
અને બપોરે તું આરામથી મારી સંગીની થશે તેવી
ટેલિફોન, હોલા અને કાગડાને
મારી ચારેય હદમાં આવવાની મનાઈ કરી દીધી હતી.
અને આથમતી સાંજે તું આવશે એવા વિશ્વાસે
મેં દિવસની ઊંઘને રાતના અંધકારમાં
એક દિવસ માટે રાજા આપી દીધી હતી.
.
.
– સાનાઉલ હક
(ભાષા: બંગાળી)
(અનુવાદ: નલિની માડગાંવકર)

Advertisements