અંતરાલોક

.
.
શું કોઈ પ્રેમ કરી શકે છે
આ નિર્મળ ઝરણાને કિનારે
એકાકી દેવદાર વૃક્ષ જેવો!
શિયાળુ તડકાને સમગ્ર દેહ પર ચોળવા માગે છે
તેથી ઢગલેઢગલા પાંદડાં ખેરવી શકે?
હું તો છું ડરપોક શાલવૃક્ષ અને અશ્વત્થવૃક્ષની ડાળી
પાંદડે પાંદડે મારું શરીર ઢંકાયેલું;
કોણ જાને, કોને ખબર, આખું વરસ શું કામ
આમ પાંદડાં ખરે!
.
.
– સમીર રાય ચૌધરી
(ભાષા: બંગાળી)
(અનુવાદ: નલિની માડગાંવકર)

Advertisements