પ્રેમ વિશે

.
.
વરંડામાં દોરી બાંધી પ્રેમને સૂકવવા મૂક્યો છે.
પ્રેમ એટલે કોઈ સુંદર દેહ પાસે
લાજશરમ છોડેલી આકાંક્ષા.
પ્રેમ એટલે કોઈ વાસંતી વાયરામાં
અચાનક ભળી જતા થોડા નિશ્વાસ,
મહા મહિનાની પૂનમની રાતે નાહ્યા પછી
કડકડતી ઠંડીમાં મીઠું તાપણું.
.
.
પ્રેમ એટલે…
આ એટલે… જવા દે ને.
મેં કંઈ તને એવી કોઈ પ્રેમની પૂતળી બનાવી નથી
ઊલટું બિસ્તરો ખોલીને જૂનો પોશાક કાઢી
પહેરું છું.
અને ઠંડી ગયા પછી ફરી પાછો ગાડી કરીને
મૂકી દઉં છું.
તારા રક્ષિત હોઠો પર ગૃહસ્થની જેમ
ચુંબન કરું છું.
પાળેલી બિલાડીની જેમ પ્રેમ સૂઈ રહે છે
વરંડાના ખૂણામાં.
અને તડકો સરી જતાં
પ્રેમ ઉઠીને આવતો રહે છે ઓરડામાં.
.
.
– શક્તિપદ બ્રહ્મચારી
(ભાષા: બંગાળી)
(અનુવાદ: નલિની માડગાંવકર)

Advertisements