ચાવી

.
.
મારી પાસે આજેય પડી રહી છે
તારી પ્રિય ખોવાયેલી ચાવી.
તું આજે પટારો કેવી રીતે ખોલે છે?
.
.
તારી હડપચી પર સરસ તલ છે
હવે? અરે મન, નવા દેશમાં જશે કે?
તને અચાનક પત્ર લખવો પડ્યો.
.
.
તારી ચાવી ખુબ સંભાળપૂર્વક પાસે રાખેલી,
આજે જ સમય મળ્યો –
મને લખજે, તને પછી જોઈએ છે કે નહીં?
.
.
ઊંડી ઊંડી સ્મૃતિઓમાં જડાયેલો છે
તારો આંસુથી લીંપાયેલો ચહેરો.
લખજે, તને પાછો જોઈએ છે કે નહીં?
.
.
– શક્તિ ચટોપાધ્યાય
(ભાષા: બંગાળી)
(અનુવાદ: નલિની માડગાંવકર)

Advertisements