પ્રેમ આકાશનીડ છે

.
.
આ ગૃહવિહીન પ્રેમનો ભારે બોજ
તારા વગર કોણ લઇ શકે, મને કહે?
ભારે વરસાદમાં તારા આંગણા પાસેથી નીકળવું,
તું જુએ અને તારો દરવાજો ખોલે, મારી મીઠી.
.
.
નદીમાં પૂર ધસમસતા આવે છે, હોડી
બંધ થઇ ગઈ છે મેળો પૂરો થયો
ફક્ત એકલવાઈ ગામડાની વાટ છે
આકાશમાં વાદળાં સુધી વિસ્તરતો અને સાથે ગર્જનાત્મક આવેશ.
.
.
આ ઠંડીના હવામાનમાં કોણ બનાવે
તારા સિવાય આ ઘરને વિશ્વ
વિશ્વને ઘર,
મને કહે. ફક્ત તારો પ્રેમ
આકાશમાં નીડ છે, નદીમધ્યે બેટ.
તે નિરભ્ર સ્વાર્પણમાં
કોણ આ વિશાળ અવકાશને બાંધી શકે
તારા વગર, કહે મને.
.
.
તારા હૃદયમાં જ
હું છેવટે વિરમું બધું જાણીને જ.
.
.
– વિષ્ણુ દે
(ભાષા: બંગાળી)
(અનુવાદ: જ્યોત્સના તન્ના)

Advertisements